Get The App

સુરતમાં ટ્રકચાલકો બન્યા બેફામ: એક જ દિવસમાં બે સાયકલ સવારોને કચડ્યા, બંનેના મોત

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
સુરતમાં ટ્રકચાલકો બન્યા બેફામ: એક જ દિવસમાં બે સાયકલ સવારોને કચડ્યા, બંનેના મોત 1 - image


Truck Accident in Surat: સુરતમાં માર્ગ અકસ્માતમાં બે બનાવમાં અડાજણમાં મધુવન સર્કલ પાસે મંગળવારે બપોરે સાયકલને વાહને ટક્કર મારતા ઈજા પામેલા કાપડ વેપારીના વૃદ્ધ પિતાનું મોત થયુ હતું. બીજા બનાવમાં ઉના પાટીયામાં મંગળવારે સવારે ખમણ વેચવા જતી વખતે સાયકલને ટ્રકે અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

કાપડના વેપારીના પિતાનું મોત

નવી સિવિલથી મળેલી વિગત મુજબ અડાજણમાં સંજીવકુમાર મોટીરીયલ પાસે રાજહંસ વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 78 વર્ષીય ગ્યાનચંદ લેખરાજ છતાણી મંગળવારે બપોરે સાયકલ પર કોઈ કામ અર્થે નિકળ્ય હતા. તે સમયે આ અડાજણમાં એલ.પી સવાણી રોડ મધુવન સર્કલ પાસે અજાણ્યા વાહને સાયકલને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જેમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે નિવૃત જીવન ગાળતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને ચાર પુત્ર છે. જેમાં એક પુત્ર કાપડાના ધંધા સાથે સંકળાયેલો છે. આ અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

ખમણ વેચવા નિકળેલા વૃદ્ધને ટ્રકે કચડી નાખ્યો

બીજા બનાવમાં ભેસ્તાન રેલવે સ્ટેશન રો પર વૃંદાવન ટાઉનશીપમાં રહેતા 65 વર્ષીય પ્રભાકર પંઢેરી માહડે મંગળવાર સવારે સાયકલ પર વિવિધ જગ્યાએ ફેરી મારીને ખમણ વેચાણ કરવા નીકળ્યા હતા. તે વેળાએ પૂરઝડપે આવી રહેલી ટ્રકે  ઉના પાટિયા ચાર રસ્તા પાસે સાયકલને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે ટ્રકના સાત ટાયર તેમના પર ફરી વળ્યા હતા. જેથી તેમને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. ટ્રક ફરી વળતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, વૃદ્ધના શરીરના ટુકડાં જોઇને લોકોના રૂવાડાં ઉભા થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઇ છે. તે મુળ મહારાષ્ટ્રના અકોલાના વતની હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. આ અંગે ભેસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 



Google NewsGoogle News