Get The App

ખેડામાં નીલગાયના કારણે ફરી સર્જાયો અકસ્માત, પોલીસકર્મી સહિત 2ના ઘટના સ્થળે જ મોત

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ખેડામાં નીલગાયના કારણે ફરી સર્જાયો અકસ્માત, પોલીસકર્મી સહિત 2ના ઘટના સ્થળે જ મોત 1 - image


Kheda News : ખેડાના મહીસાગર અને અમદાવાદને જોડતા હાઇવે પર નીલગાયનો ત્રાસ છેલ્લાં ઘણાં સમયથી વધી રહ્યો છે. રસ્તા પર પસાર થતા વાહનો સાથે નીલગાય અથડાવાથી ગંભીર અકસ્માતની ઘટના સર્જાય છે. ગત 16 જાન્યુઆરીએ નીલગાય સાથે કારની ટક્કર વાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહીસાગરના બાલાસોરના ચાર લોકોના મોત નીપજ્યા હતા. એક અઠવાડિયામાં નીલગાયના લીધે અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે મંગળવારે ખેડા કેમ્પ પાસે પોલીસકર્મીની કાર સાથે નીલગાય અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પોલીસકર્મી અને તેમની માતાનું મોત નીપજ્યું હતું. 

નીલગાય સાથે કારની ટક્કર, બેના મોત

ખેડા અને અમદાવાદ સહિતના રોડ-રસ્તાઓ પર નીલગાયના આટાફેરા વધી રહી છે, ત્યારે ગઈકાલે મંગળવારે ખેડા કેમ્પ પાસે મહેમદાવાદમાં ફરજ બજાવતા પોલીસકર્મી કારથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીની કાર વચ્ચે અચાનક નીલગાયનું ટોળુ આવી જતા પોલીસકર્મીએ કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને બેકાબુ કાર ઝાડ સાથે ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

આ પણ વાંચો: માલિક-શ્વાનના પ્રેમની મિશાલ : વહાલા શ્વાનને નર્મદા કેનાલમાં ડૂબતો બચાવવામાં માલીકે મોતને વ્હાલ કર્યું

અકસ્માતની આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ સોલંકી અને તેમની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર પત્ની સહિતના લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ આવી પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી. 

નીલગાયના કારણે છ દિવસ પહેલા ચારના મોત 

ખેડા જિલ્લાના મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો 16 જાન્યુઆરી, 2025ની રાત્રે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન વચ્ચે એકાએક નીલગાય આવી જતાં કાર ચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં ઈકો કારમાં સવાર પાંચ લોકો માંથી ચાર લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવાયો હતો. મૃતકોની ઓળખ ઠાકોર સંજય, ઠાકોર વિનુ, ઠાકોર રાજેશ, ઠાકોર પુનાભાઈ ઉર્ફે પુજેસિંહ તરીકે થઈ. છે. ચારેય મૃતક મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના રહેવાસી હતા. સમગ્ર ઘટના મામલે પોલીસ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 



Google NewsGoogle News