Get The App

ચોરીના બે બનાવઃકારેલીબાગના બેઝમેન્ટમાંથી 144 kg સામાનની ચોરી,મકરપુરામાં 60 kg કોપર સાથે બે પકડાયા

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
ચોરીના બે બનાવઃકારેલીબાગના બેઝમેન્ટમાંથી 144 kg સામાનની ચોરી,મકરપુરામાં 60 kg કોપર સાથે બે પકડાયા 1 - image

શહેરમાં ચોરીના અલગ અલગ બે બનાવ બનતાં પોલીસે કાર્યવાહી કરીછે.જે પૈકી એક બનાવમાં એક ચોર અને સાગરીત પકડાઇ ગયા છે.

કારેલીબાગના આનંદન ચેમ્બર્સના પ્રમુખ દિપક મકવાણાએ  પોલીસને કહ્યું છે કે,અમારા કોમ્પ્લેક્સની દુકાનો તેમજ રહીશોનો બેઝમેન્ટમાં પડી રહેતો સ્ક્રેપ કોઇ ચોર ચોરી ગયો છે.જેમાં ૩૨ કિલો વજનની તાંબાની કોઠી,લોખંડનો ચુલો અને અન્ય સામાન મળી ૧૪૪ કિલોનો સ્ક્રેપ ચોરાયોછે.

તો બીજીબાજુ એસઓજીની ટીમે મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં સફાઇકામ કરતા કિશન અશોકભાઇ ચુનારા તેમજ સામાન વેચવામાં મદદ કરનાર સાગરીત વિશાલ અમરસિંહ પરમાર (બંને રહે.વસાવા મહોલ્લો,અટલાદરા) પાસે સ્કૂટરમાંથી ૬૦ કિલો કોપરનો જથ્થો કબજે લીધો હતો.આ કોપર કિશને કંપનીમાંથી ચોર્યો હોવાની વિગતો ખૂલી હતી.


Google NewsGoogle News