દાંડિબજારના એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજ થતાં આગ, ન્યુ વીઆઇપી રોડ પર ખોદકામથી ગેસ લાઇન તૂટતાં પૂરવઠો બંધ કરાયો
વડોદરાઃ શહેરમાં ગેસ લીકેજના જુદાજુદા બે બનાવ બનતાં ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડ દ્વારા સ્થિતિ કાબૂમાં લેવાઇ હતી.
દાંડિયાબજાર સિધ્ધિ વિનાયક મંદિર સામે જલા એપાર્ટમેન્ટમાં ગેટ પાસે ગેસ લીકેજ થયો હતો અને નજીકમાં જ ઇલેકટ્રિક મીટર હોવાથી શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી.આગની જ્વાળાઓ પાંચથી છ ફૂટ જેટલી ઉઠતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.ફાયર બ્રિગેડ ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
ન્યુ વીઆઇપી રોડ પર જગદીશ ફરસાણ પાસે આજે ખોદકામ દરમિયાન ગેસની પાઇપ તૂટી હતી.ગેસ વિભાગે થોડીવાર માટે ગેસનો પૂરવઠો બંધ કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી.