Get The App

અગાઉના ઝગડાના સમાધાન માટે મળેલા બે જૂથ ફરી બાખડયાઃ 9 ઘાયલ

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
અગાઉના ઝગડાના સમાધાન માટે મળેલા બે જૂથ ફરી બાખડયાઃ 9 ઘાયલ 1 - image


- મોરબી તાલુકાના શકત શનાળા ગામે

- ધોકા, પાઇપ, લોખંડની ટામી વડે સામસામે હુમલાઃ બન્ને જૂથના મળી 12 સામે ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના શકત શનાળા ગામે અગાઉના ઝગડાના સમાધાન માટે ભેગા થયેલા બે જૂથ ફરી બાખડી પડયા હતા. ધોકા, પાઇપ, લોખંડની ટામીથી અરસપરસ હુમલો કરતા બન્ને જૂથના મળી ૯ લોકોને ઇજા થઇ હતી. જ્યારે બન્ને જૂથના મળી ૧૨ લોકો સામે પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

મોરબીના શકત શનાળા ગામે શક્તિ પ્લોટમાં રહેતા મહિપત અમરશીભાઈ સનારીયાએ આરોપીઓ નૈતિક વિનોદ વાઘેલા, વિનોદ અમરશી વાઘેલા, કાના નથુભાઈ વાઘેલા, કિશોર નથુભાઈ વાઘેલા. દિનેશ અમરશી વાઘેલા, નથુભાઈ વાઘેલા અને પ્રવીણ નથુભાઈ વાઘેલા રહે બધા શક્તિ પ્લોટ શનાળા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપી નૈતિક વાઘેલાને ફરિયાદીના ભત્રીજા શરદ સાથે તાજેતરમાં બોલાચાલી થઇ હતી. તેમાં સમાધાનની વાતચીત કરવા ફરિયાદી મહીપતભાઈ સનારીયા ગયા હતા ત્યારે આરોપીઓએ ધોકા, પાઈપ, લોખંડ ટામી સાથે ફરિયાદીના દીકરા સત્યેશ (ઉ.વ.૪)ને માથામાં મારી હેમરેજ જેવી ગંભીર ઈજા કરી ફરિયાદી અને તેની પત્ની દિવ્યાબેન અને ભાભી રેખાબેન તથા કૌટુંબિક ભાઈ દીકરા મિલનભાઈના લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી. તેમજ ફરિયાદીના બનેવી અશ્વિનભાઈ પરમારની કારમાં સત્યેશને સારવારમાં લઇ જતા હતા. ત્યારે કાર આડા ઉતરી પ્રાણઘાતક હુમલો કરી કારમાં તોડફોડ કરી અને ગાળો આપી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

સામાપક્ષે હિતેષ મહેશ વાઘેલાએ આરોપીઓ રસિક કેશુ સનારીયા, રસિકના નાના ભાઈ, મહિપત અમરશી સનારીયા, હરેશ ગોવિંદ સનારીયા અને વિજય ગોવિંદ સનારીયા (રહે. બધા શનાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી મહિપતના માતા સાથે બાઈક ધીમે ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી આરોપીઓએ મોટા બાપુ વિનોદભાઈને અને કાકા કાન્તીભાઈ, સિદ્ધાર્થ સાથે ગાળા ગાળી કરી ઢીકાપાટું માર મારી લાકડાના ધોકા વડે ઈજા કરી હતી. દરમિયાન મહિપતના દીકરાને માથામાં કઈક લાગી જતા આરોપીઓ સફેદ કારમાં જતા હતા. ત્યારે ફરિયાદીના ફૈબા દયાબેન પંચાલને કાર ધસાઈને જતા ઈજા પહોંચી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.



Google NewsGoogle News