ઝિમ્બાવેની બે યુવતીઓ ટીવી અને પ્રિન્ટર ઉઠાવી ગઇ
અગાઉ ભાડે લીધેલા મકાનની ડિપોઝિટના મુદ્દે તકરાર હતી
વડોદરા,રિયસ એસ્ટેટનો ધંધો કરતા યુવાનની ઓફિસમાં ઘુસીને ટીવી અને પ્રિન્ટરની ચોરી કરી જનાર ઝિમ્બાવેની બે યુવતીઓ સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ કમલા નગર તળાવ પાસે અમરદીપ હેરિટેજમાં રહેતા રાહુલભાઇ કમલેશભાઇ વૈષ્ણવ આજવા નિમેટા રોડ પર આવેલ અનંતા સમૃદ્ધિમાં શર્મા રિયલ એસ્ટેટ નામની ઓફિસ ધરાવે છે. તેમણે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ભાડાના મકાનની ડિપોઝિટના મુદ્દે આજે બપોરે મૂળ ઝિમ્બાવેની કરીન નામની યુવતીએ મને કોલ કરીને કહ્યું હતું કે, ચારબાને ડા ફાતીમાના પૈસા આપી દે. નહીંતર હું તારી ઓફિસમાંથી સામાન લઇ જઇશ.ત્યારબાદ તેઓ મારી ઓફિસમાંથી ટીવી અને પ્રિન્ટર લઇ ગયા હતા. કપુરાઇ પોલીસે જણાવ્યું હતું કે, બંને એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીઓ છે. અગાઉ ભાડે લીધેલા મકાનની ડિપોઝિટની મુદ્દે તેઓ વચ્ચે તકરાર હતી.