લાઠીદડ ગામે ઢોલ વગાડવા બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી
બન્ને પક્ષના મળી ચાર મહિલા સહિત આઠ સામે ફરિયાદ
ગામમાં પ્રસંગોપત ઢોલ વગાડવા બાબતે બન્ને જૂથે એકબીજા પર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાઈ
બનાવની વિગત એવી છે કે, બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા મહેશભાઈ ભુરાભાઈ પરમાર ઢોલ વગાડવાનું કામ કરતા હોય ગત તા.૩૧ના રોજ બપોરના સુમારે દીપકભાઈ ધનજીભાઈ પરમાર, તેમના પત્ની મુનીબેન, પુત્રી ભાવુ, સાળો લાલા ખોડાભાઈ વાઘેલા રિક્ષામાં આવીને ગામમાં લગ્ન તારે ઢોલ વગાડવા જવાનું નથી તેમ કહીને ધમકી અને ગાળો આપી હતી. જો કે, મહેશભાઈએ જયાં ઢોલ વાગડવા જવાનું છે તે તેમના ગ્રાહક હોવાનું કહેતાં ચારેયે એકસંપ કરી રિક્ષામાંથી લાકડાના ધોકા અને લોખંડનો પાઈપ સહિતના હથિયરો સાથે મહેશભાઈ પર હુમલો કર્યો હતો. અને ઢોલ વગાડવા જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મહેશભાઈએ બોટાદ રૃરલ પોલીસ મથકમાં બે મહિલા સહિત ચાર વિરૃદ્ધ માર મારી, ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સમા પક્ષે લાઠીદડ ગામે આંબેડકરનગર ખાતે રહેતા રમેશભાઇ ઉર્ફે દીપકભાઈ ધનજીભાઈ પરમાર તેમનો પુત્ર રાઘવ, ગૌરીબેન ખોડાભાઈ વાઘેલા તથા તેમના સાળા લાલજીભાઈ ખોડાભાઈ વાઘેલા પુત્રીની સગાઈ જોઈને પરત આવતા હતા ત્યારે શેરીમાં ફરિયાદીની પુત્રી ભાવના અને સસરા ખોડાભાઈ સાથે મહેશ ભુરાભાઈ પરમારને ઢોલ વગાડવા બાબતે બોલાચાલી થતી હતી. જેની દાઝ રાખી મહેશ ભુરાભાઈ પરમાર, સુભાષ ઉર્ફે શુભમ મોતિભાઈ, કોમલબેન મહેશભાઈ પરમાર તથા પુનીબેન અમરશીભાઈ પરમારે ઉશ્કેરાઈને એકસંપ કરી લાકડી વડે તમામ લોકો પર હુમલો કરી ઈજા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત રમેશભાઇ તથા તેમના પત્ની અને પુત્ર તથા પુત્રીના સાસુ-સસરાને ઈજા થતાં સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આઆવ્યા હતા. બનાવને લઈ રમેશભાઈએ બે મહિલા સહિત ચાર વિરૃદ્ધ માર માર્યાની બોટાદ રૃરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને પક્ષે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.