Get The App

ખાટડી ગામમાં ઘર પાસે ઓટલો બનાવવા મુદ્દે બે પરિવારો બાખડયા

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
ખાટડી ગામમાં ઘર પાસે ઓટલો બનાવવા મુદ્દે બે પરિવારો બાખડયા 1 - image


- ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

- લાકડાના ધોકા વડે હુમલો કરતા એક જ પરિવારના ૩ વ્યક્તિઓને ઇજા

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ખાટડી ગામે ઘર પાસે ઓટલો બનાવવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી હતી. જેમાં લાકડના ધોકા વડે હુમલો કરવામાં આવતા ૩ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જ્યારે આ મામલે કુલ ૪ વ્યક્તિઓ વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

મુળી તાલુકાના ખાટડી ગામે જયેશભાઇ ખુશાલભાઇ પરમારના ઘર પાસે રહેતા તેમના મોટા બાપુના દિકરા મુકેશભાઇ બચુભાઇ પરમારે રસ્તામાં ઓટલો બનાવ્યો હતો. જે અંગે જયેશભાઇએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા મુકેશભાઇ બચુભાઇ પરમાર, જીગ્નેશભાઇ મુકેશભાઇ પરમાર, ભાનુબેન બચુભાઇ પરમાર અને કમળાબેન મુકેશભાઇ પરમાર સહીતનાઓ ઝઘડો કરવા લાગ્યા હતાં અને જયેશભાઇ તેમજ તેમના માતા તેમજ પિતાને પણ લાકડાના ધોકા વડે માર મારતા ઇજાઓ પહોંચી હતી. આ મામલે જયેશભાઇએ કુલ ૪ શખ્સો વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News