સામાન્ય બોલાચાલીમાં બે પરિવાર બાખડયા, બાળક સહિત ૧૦ ઘાયલ
મોરબીના શનાળા ગામે શક્તિ પ્લોટ વિસ્તારની ઘટના
બાઈક ધીમુ ચલાવવાનું કહેતા થયેલી માથાકૂટમાં ચાર વર્ષના માસુમ બાળકને હેમરેજ થતાં હાલત ગંભીર, મહિલાને કારથી કચડીને રોડ પર ઢસડતા ઈજા
મોરબીના શનાળા ગામે શક્તિ પ્લોટમાં રહેતા મહિપતભાઇ અમરશીભાઈ
સનારીયા (૩૧) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં નૈતિક વિનોદ વાઘેલા, વિનોદ અમરશીભાઈ
વાઘેલા, કાનાભાઈ
નથુભાઈ વાઘેલા, કિશોર
નથુભાઈ વાઘેલા, દિનેશ
અમરશીભાઈ વાઘેલા, નથુભાઈ
વાઘેલા અને પ્રવીણ નથુભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે આરોપી
નૈતિક સાથે તેમના ભત્રીજા શરદને ગત તા.૧૮ ના બોલાચાલી ઝઘડો થયો હતો.તે બાબતનો રોષ
રાખીને સમાધાનની વાત કરવા માટે બોલાવ્યા બાદ આરોપીઓએ ધોકા-પાઇપ અને ટામીથી હુમલો
કર્યો હતો દરમિયાનમાં ફરિયાદીના દીકરા અલ્પેશ (ઉંમર વર્ષ ૦૪) ને માથાના ભાગે
હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ફરિયાદીના પત્ની દિવ્યાબેનને તથા ભાભી
રેખાબેનને અને ફરિયાદીના કૌટુંબિક ભાઈના દિકરા મિલનભાઇને પણ ધોકા પાઈપ વડે માર
મારવામાં આવ્યો હતો. ફરિયાદીના બનેવી અશ્વિન સુંદરજીભાઈ પરમારની અર્ટીકા કારમાં
પુત્રને સારવાર માટે લઈ જવામાં આવતો હતો,
ત્યારે ગાડી ઉભી રખાવીને તેઓ ઉપર પુનઃ પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો
હતો.જેમાં કારના બોનેટ અને કાચ સહિતના ભાગમાં ધોકા-પાઇપ મારીને કારમાં તોડફોડ
કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે હિતેશભાઈ મહેશભાઈ વાઘેલા (૧૯) એ સામેના
પક્ષના રસિક કેશુભાઈ સનારીયા,
મહિપત અમરશીભાઈ સનારીયા,
હરેશ ગોવિંદભાઈ સનારીયા અને વિજય ગોવિંદભાઈ સનારીયા સામે ફરિયાદ નોંધાવી હતી
કે તેઓને હરેશભાઈની માતા સાથે શેરીમાંથી મોટરસાયકલ ધીમુ ચલાવવા બાબતે બોલાચાલી
ઝઘડો થયો હતો, તે વાતનો
રોષ રાખીને આરોપીઓએ એકસંપ કરીને ફરિયાદી હિતેશભાઈના મોટા બાપુ વિનોદભાઈ તથા કાકા
કાંતિભાઈ અને ભાઈ સિદ્ધાર્થને ગાળો આપી હતી અને ઠીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓ
પૈકીના રસિકભાઈએ ફરિયાદી હિતેશભાઈને લાકડાના ધોકા વડે પડખાના ભાગે માર મારીને ઇજા
પહોંચાડી હતી. અર્ટીકા કાર વડે ફરિયાદીના ફૈબાને હડફેટે લીધા હતા અને રોડ ઉપર
ઢસડયા હતા અને ઇજાઓ પહોંચાડી હતી. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની
ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.