કારના શોરૂમમાં નોકરી કરતી યુવતીને ગંદા મેસેજ મોકલી હેરાન કરતા બે કર્મચારી

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
કારના શોરૂમમાં નોકરી કરતી યુવતીને ગંદા મેસેજ મોકલી હેરાન કરતા બે કર્મચારી 1 - image


Image Source: Freepik

હરણી વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 સુધી એક જીમમાં રિસેપ્શન તરીકે નોકરી કરતી હતી પરંતુ પગાર ઓછો હોવાથી તે નોકરી છોડી હું બીજી નોકરીની શોધમાં હતી ડિસેમ્બર 2030 માં હું ઓનલાઈન google પ્લેટફોર્મ પર નોકરીની તપાસ કરતી હતી ત્યારે સ્કોડા કારના શોરૂમનો નંબર મળ્યો હતો મેં નોકરી માટે કોલ કરતા અક્ષય ભાભોરે ફોન ઉપાડી કહ્યું હતું કે શો રૂમમાં જગ્યા ખાલી થાય ત્યારે જણાવીશ ત્રણ મહિના પછી ફરીવાર અક્ષયના મોબાઈલ નંબર પર કોલ કર્યો હતો ત્યારે અક્ષય મને કહ્યું કે હું નવા યાર્ડ રોડ પર આવેલ ટાટા ગાડીના શોરૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરું છું અને તમને શોરૂમમાં રિફ્રેસર તરીકે નોકરી અપાવી દઈશ ત્યારબાદ મને ઇન્ટરવ્યૂ આપવા બોલાવતા હું ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ હતી. મને એક્ઝિક્યુટિવ તરીકે સેલ્સ મેનેજરની ટીમમાં નોકરી રાખી હતી 

એક મહિના પછી અક્ષયે મારા whatsapp પર ગંદા મેસેજ કરવાના ચાલુ કર્યા હતા જેથી મેં તેને ના પાડી હતી તેમ છતાં મારા whatsapp પર બીભટ્સ ફોટા તથા પોર્ન વીડિયોની લીંક મોકલતો હતો મેં શોરૂમ પર આવીને રૂબરૂમાં તેને ના પાડી હતી જેથી થોડા સમય માટે તેને ફોટા અને વિડીયો મોકલવાના બંધ કરી દીધા હતા. 

શોરૂમમાં કોઈ કસ્ટમર ગાડી લેવા આવે ત્યારે ટેસ્ટ ડ્રાઈવ આપવાનો હોય છે. એક નવી ગાડી આવતા હું તથા અક્ષય ટેસ્ટ ડ્રાઈવ માટે ગાડીમાં જતા હતા અક્ષય ગાડી ચલાવતો હતો અને હું બાજુની સીટમાં બેઠી હતી શોરૂમની બહાર નીકળ્યા પછી અક્ષય મારો હાથ પકડી લીધો હતો તથા સાથળ ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો મેં તેને ના પાડી હતી.

મેં મારા મોબાઈલના whatsappમાં સ્ટેટસ રાખ્યું હતું તે અમારા સેલ્સ મેનેજર અક્ષય જોયું હતું ત્યારબાદ ફરીથી તારી ફિટનેસ સરસ છે એવું કહી બીભટ્સ માંગણી કરતા મેસેજ કરવા લાગ્યો હતો. તેની સાથે અમારા ટીમ લીડર તરીકે નોકરી કરતા હાર્દિક ખરે પણ મને બીભટ્સ મેસેજ કરવાના શરૂ કર્યા હતા. મે ના પાડતા તેમને મેસેજ કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ 25મી તારીખે રાત્રે 10:30 વાગે મારા શરીરને સંબોધીને હાર્દિકે ગંદા મેસેજ કર્યા હતા મેં તેને આવા મેસેજ ન કરવાનું કહેતા તેને તાત્કાલિક ડીલીટ કરી નાખ્યા હતા. તેઓથી હું ખૂબ જ કંટાળી ગઈ છું.


Google NewsGoogle News