Get The App

વડોદરા રેલવે પોલીસના બે ડોગે ટ્રેનમાં બિનવારસી બેગમાં પડેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

Updated: Apr 5th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા રેલવે પોલીસના બે ડોગે ટ્રેનમાં બિનવારસી બેગમાં પડેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો 1 - image


Vadodara Ganja Smuggling : કાકીનાડા-ભાવનગર એકસ. ટ્રેનમાં ચેકીંગ દરમ્યાન બે પોલીસ ડોગે 08.070 કિ.ગ્રા. કુલ કિંમત રૂ.80,700ની મત્તાનો બિનવારસી ગાંજો ઝડપી પાડતા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 રેલવે પોલીસના બે ડોગ "ગુલાબ" અને "ફાસ્ટર"ને સાથે રાખીને પોલીસ દ્વારા આગામી રામનવમી તહેવાર અનુસંઘાને વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવતી-જતી ટ્રેનો તેમજ પ્લેટફોર્મ ઉપર ચેકિંગ કરતા હતા દરમ્યાન ક.11/30 વાગ્યાના સુમારે પ્લે.નં.-4 ઉપર ટ્રેન નંબર-12755 કાકીનાડા-ભાવનગર એકસ. ટ્રેન આવી ઉભી રહેતા તેના રીઝર્વેશન તેમજ જનરલ કોચો ચેક કરતા હતા. 

દરમ્યાન આગળથી બીજા નંબરના જનરલ ડબ્બાના પાછળના ભાગે ચેકિંગ કરતા બંને ડોગ મારફતે ચેકિંગ કરતા દરમ્યાન કોરીડોરમાં સંડાસની બાજુમાં એક પિસ્તા કલરની ટ્રોલીબેગ જેના ઉપર "ARISTOCRAT" લખેલ બિનવારસી શંકાસ્પદ હાલતમાં પડેલ હોય જેને બંને ડોગ વડે એન.ડી.પી.એસ. અંગે વેરીફાઇ કરતા બંને ડોગ ભસવા લાગેલ હોય જેથી ડોગ હેન્ડલરોના જણાવ્યા મુજબ સદર ડોગ ટ્રોલીબેગમાં માદક પદાર્થ હોવાના સંકેત આપતા હોય જેથી ટ્રોલીબેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને પુછપરછ કરતાં કોઇ પેસેન્જર/માલિક મળી આવેલ નહિ જેથી વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન લાવીને એન.ડી.પી.એસ.એકટ મુજબની કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

Tags :