અંબાજી મંદિરને 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાન, બે ભક્તોએ માતાને ચઢાવી સોનેરી ભેંટ
Ambaji Temple: ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે. ત્યારે ત્યારે બે અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં 1.520 કિલો સોનાનું ગુપ્ત દાન આપ્યું છે. જેની કિંમત અંદાજે 1.21 કરોડ રૂપિયાથી વધુની છે.
બંને દાતાઓએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું
અંબાજીના અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે, બે અલગ-અલગ ભક્તો દ્વારા 1.520 ગ્રામ સોનુ ભેટ સ્વરૂપે અર્પણ કર્યું છે. એક ભક્ત દ્વારા 1 કિલો અને બીજા માઈભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની ભેટ માતાના ચરણોમાં અર્પણ કરાઈ છે. દાનમાં મળેલા આ સોનાનો સુવર્ણ શિખર માટે ઉપયોગ કરાશે.' સુવર્ણ દાન કરનાર બંને દાતાઓએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ? AMCની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આક્ષેપ
અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર
ભારતભરમાં યાત્રાઘામ તરીકે જાણીતુ એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માતાના દર્શને રોજબરોજ આવતા હોય છે.