રાજુલાના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત, ત્રણ બાઈક વચ્ચે ટક્કર થતાં બે લોકોના ઘટના સ્થળે મોત, 4 ઈજાગ્રસ્ત
Accident Incident In Rajula : અમરેલીના રાજુલામાં ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ બાઈક વચ્ચે ગંભીર ટક્કર થતાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી.
રાજુલામાં ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત
મળતી માહિતી મુજબ, અમરેલીના રાજુલાના બારપટોળી ગામ નજીક ત્રણ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતની ઘટનાને પગલે રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની આ ઘટનામાં એક બાઈક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને ઘટના મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.