વડોદરામાં બે દિવસનું ફિલાટેલિક-ટપાલ ટિકિટોનું પ્રદર્શન : આઝાદી પૂર્વેની ટપાલ ટિકિટો નિહાળી શકાશે
Vadodara : વડોદરા વડોદરા ખાતે ગુજરાત પોસ્ટ સર્કલના સહયોગથી તારીખ 11 અને 12 ના રોજ દિવાળીપુરા અતિથિગૃહ ખાતે ફીલાટેલિક ટપાલ ટિકિટોનું પ્રદર્શન વડોફીલેકસ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 થી સાંજે 6 સુધી આ પ્રદર્શન નિહાળી શકાય છે. બરોડા ફિલાટેલિક સોસાયટી ટપાલ ટિકિટ સંગ્રાહકોને માર્ગદર્શન આપી શકે તે માટે તેની સ્થાપના 1975 માં કરવામાં આવી હતી અને તેને 50 વર્ષ થતાં તે સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે આ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. અહીં વિવિધ વિષયોને આવરી લેતી જેમકે ડેન્ટલ, ગાયકવાડ, મિલ્ક, આર્કિયોલોજી વગેરે પ્રકારની ટિકિટો ઉપરાંત 1856 થી 1947 સુધીના સમયગાળાની પોસ્ટલ સ્ટેશનરી, પોસ્ટકાર્ડ, એરોગ્રામ, કવર, આઝાદી પૂર્વેની ટપાલ ટિકિટો, હૂંડીઓ રદ થયેલા, સ્ટેમ્પ વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરિટેજ પિક્ચર પોસ્ટકાર્ડનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.