બનાસકાંઠાના દાંતીવાડા નજીક ટ્રેકટર-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે પિતરાઇ ભાઇઓના મોત
Road Accident Near Dantiwada: રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. દરરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા નજીક બે પિતરાઇ ભાઇઓ ટ્રેકટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રેલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અને બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બે જવાનજોધ પિતરાઇ ભાઇઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી રાત્રે બનાસકાંઠાના દાંતીવાડા નજીક ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. બે પિતરાઇ ભાઇઓ ટ્રેક્ટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતાં બંને પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. આ કરૂણ અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
પોલીસ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ માટે સી.સી.ટી.વી ફૂટેજ તપાસી રહી છે. આ ઉપરાંત ટ્રેલર ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. બંને વાહનોની ગતિ ધીમી હોવા અકસ્માત કેવી રીતે સર્જાયો હોવાથી પોલીસને કાવતરાની આશંકા લાગી રહી છે.
આ અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત થયા હતા. પિતરાઈ ભાઈઓના મોતથી ફક્ત કુટુંબ જ નહીં આખા ગામમાં માતમ છે. તેના પગલે મૃતકોના માબાપ અને ભાઈબહેનના આંસુ સુકાતા નથી. તેમા પણ માતા તો આઘાતની મારી બેહોશ જ થઈ ગઈ છે, જ્યારે પિતા આઘાતથી સ્તબ્ધ છે. હસતારમતા ગયેલા બે પુત્રોના મૃતદેહ જોઈને પિતાનું કાળજુ ચીરાઈ ગયું છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ મૃતકોના કુટુંબીજનોને સાંત્વના આપી હતી. તેમના આક્રોશને પણ ઠંડો પાડ્યો હતો. આ સિવાય પોલીસે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ પણ આદરી છે.