ટંકારાના નેકનામ ગામેથી બે બાળકોનાં અપહરણ, પોલીસે મહિલાને દબોચી લીધી
વાડીની ઓરડીએ બન્ને બાળકો રમતા હતા ત્યારે ઉપાડી જવાયા
પોલીસે સીસીટીવી ફૂટેજ તથા બાતમીદારોની મદદથી વાંકાનેરના વાલાસણ ગામની સીમમાંથી બાળકોને હેમખેમ શોધી કાઢ્યાં
નેકનામ ગામની સીમમાં રહેતા ફરિયાદી કેશરભાઈ જેઠાભાી બારીઆએ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે સવારના સાડા દસ વાગ્યાના અરસામાં નેકનામ ગામની સીમમાં વાડીએ તેમના બે પુત્ર હાર્દિક (ઉ.વ.૩) અને વૈભવ (ઉ.વ.૧૫) બન્ને વાડીની ઓરડી પાસે રમતા હતા. ત્યારે બંનેનું અપહરણ થયું છે. જેથી ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી.
પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ અને હુમન સોર્સીસથી તપાસ ચલાવી નેકનામ, મીતાણા ગામ તેમજ વાંકાનેરના વાલાસણ ગામ અને વાંકાનેર શહેરમાં તપાસ ચલાવી હતી. જેમાં અપહરણ કરાયેલ બંને બાળકોને સહી સલામત શોધી કાઢી એક મહિલા આરોપીને ઝડપી લીધી છે. જે મહિલા ગોળગોળ જવાબ આપી પોતાના નામ પણ અલગ અલગ બતાવતી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસે મહિલા આરોપીની વધુ પૂછપરછ હ ાથ ધરી છે.