ગોંડલના નાના મહિકામાં બની કરુણ ઘટના, કૂવામાં પડી જતા બે બાળકોના મોત
Two Children Drowned In Gondal: એક તરફ ગુજરાત સહિત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોંડલ તાલુકામાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બે બાળકો રમતા-રમતા કૂવામાં પડી જતા મૃત્યુ પામ્યા છે. બંને બાળકોના મોતથી પરિવારામાં શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, આજે (15 ઓગસ્ટ) ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કરૂણ ઘટના બની છે. જ્યાં બે બાળકો વાડીમાં રમતા હતા. તે દરમિયાન ખુલ્લા કુવામાં પડી ગયા હતા. જેમાં બંને બાળકોના મોત નિપજ્યા છે. બંને બાળકોના મોતથી પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. ત્યારબાદ બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 'ડેડિયાપાડાના ધારાસભ્યએ જંગલ કાપી ઘર બનાવ્યું', ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ
નાના મહિકા ગામે મધ્ય પ્રદેશથી મજૂરી કરવા આવેલા પરિવારના બે બાળકો રમતા-રમતા ઊંડા કૂવામાં પડી જતા તેના મોત નીપજ્યા છે. આ બંને બાળકોના નામ રીતિક જાદવ અને અશ્ર્વિન જાદવ હોવાનું જાણવા મળ્યું હતું. એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહને ફાયર વિભાગની ટીમએ બહાર કાઢ્યા હતા. બંને બાળકોના મૃત્યુ નીપજતા પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.