પાટણમાં બે કાર વચ્ચે ભયંકર ટક્કર, પોલીસ કર્મચારી સહિત 3ના મોત, 9 લોકોને નાની-મોટી ઈજા

પાટણના સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત

તાપી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને પણ નડ્યો અકસ્માત

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
પાટણમાં બે કાર વચ્ચે ભયંકર ટક્કર, પોલીસ કર્મચારી સહિત 3ના મોત, 9 લોકોને નાની-મોટી ઈજા 1 - image

પાટણના (Patan Accident) સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનામાં અન્ય 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો આ અકસ્માતમાં મહિલા પોલીસકર્મી રેખાબેન અને તેમનાં પતિનું મોત થયું હતું. તો 1 બાળકનું પણ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી કારમાં સવાર 9 લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

તાપી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને પણ નડ્યો અકસ્માત

બીજી એક ઘટનામાં તાપી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને અકસ્માત નડ્યો હતો. વ્યારા-માંડવી રોડ પર રામપુરા નજીક બોલેરો અડફેટે બાઈક સવાર પોલીસ કર્મચારી સતીષભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો. તેમને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ પોલીસ કર્મચારી સારવાર હેઠળ છે.

પાટણમાં બે કાર વચ્ચે ભયંકર ટક્કર, પોલીસ કર્મચારી સહિત 3ના મોત, 9 લોકોને નાની-મોટી ઈજા 2 - image


Google NewsGoogle News