Get The App

મધ્યપ્રદેશથી બિયરનો જથ્થો લાવતા બે કેરિયર ઝડપાયા

બિયરની ૨૩૪ બોટલ,જીપ સહિત ૧૧.૦૬ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News

 મધ્યપ્રદેશથી બિયરનો જથ્થો લાવતા બે કેરિયર ઝડપાયા 1 - imageવડોદરા,મધ્યપ્રદેશથી થાર જીપમાં બિયરનો જથ્થો ભરીને આવેલા બે કેરિયરને મકરપુરા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે દારૃ સપ્લાય કરનાર અને મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી બ્લેક કલરની થાર જીપમાં વિદેશી દારૃ આવવાનો છે. આ કાર પ્રતાપનગર બ્રિજ પાસે આવશે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. 

રાતે ૧૨ વાગ્યે એક કાર આવતા પોલીસે કોર્ડન કરી ગાડી ઉભી રાખવા જણાવતા ડ્રાઇવરે કાર ભગાવવાની કોશિશ કરતા પોલીસે ડંડો મારતા કારનો કાચ તૂટી ગયો હતો. કારચાલકને નીચે ઉતારી પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ ગણેશ બ્રહ્મદેવ પાટિલ (રહે. મહાકાલી નગર, દંતેશ્વર) હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ જયેશ ઉર્ફે તપન કૈલાસભાઇ કાપસે (રહે. રણજીત નગર, દંતેશ્વર) જણાવ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે, મારા મિત્ર ચિરાગ રાઠવા (રહે. શિવમ પાર્ક, સોમા તળાવ) એ તેના ઓળખીતા ને ફોન કરી સંપર્ક કરાવતા મધ્યપ્રદેશની બોર્ડર પરથી દારૃ લાવ્યા હતા. દારૃનો જથ્થો માંજલપુર અલવા નાકા મહીસાગર સોસાયટીમાં રહેતા જીજ્ઞોશ પટેલ તથા ગાજરાવાડીમાં રહેતા સાગર પઢિયારને આપવાનો હતો. પોલીસે જીપમાંથી બિયરની ૨૩૪ બોટલ કિંમત રૃપિયા ૬૧,૩૨૦ ની કબજે કરી  હતી.  પોલીસે બિયર, જીપ, મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ  રૃપિયા ૧૧.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News