બે ભાઇઓએ મહિલાની જમીન પડાવી જીરાનું વાવેતર કર્યું

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
બે ભાઇઓએ મહિલાની જમીન પડાવી જીરાનું વાવેતર કર્યું 1 - image


ટંકારાનાં હડમતિયા ગામ નજીક  મહિલાએ ફરિયાદ નોંધાવતાં બન્ને શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

મોરબી, : ટંકારાના હડમતીયા ગામ નજીક આવેલ ખેરાર તરીકે ઓળખાતી સીમમાં આવેલ જમીન બે ભાઈઓએ પચાવી પાડી હતી અને ખેતરમાં જીરૂનું વાવેતર કરી નાખ્યું હોય. જે મામલે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પર ભંભોડીની વાડીમાં રહેતા અનસોયાબેન રમેશભાઈ નકુમેં આરોપીઓ ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયાને જયંતીભાઈ વાલજીભાઈ સીણોજીયા (રહે. બંને હડમતીયા) વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, હડમતીયા ગામની સીમમાં ખેરાર નામે ઓળખાતી વાડી જેના સર્વે નંબર 245 પૈકી 3ની હેક્ટર આર.એ. 00-8-94 થી 5 વીઘા જેટલી તેની માલિકીની જમીન આવેલ છે જે જમીન વર્ષ 2022માં દિનેશભાઈ ડાયાભાઇ પટેલ સીણોજીયા (રહે. હડમતીયા તા. ટંકારા) પાસેથી ખરીદી કરી હતી. જે જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કરે છે.

મહિલાની માલિકીની જમીન બાજુમાં ભીખાભાઈ અને જયંતીભાઈની સંયુક્ત માલિકીની જમીન આવેલ છે અને બંને ભાઈઓએ મહલની માલિકીની ૫ વીઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી પચાવી પાડી માલિકીની જમીનમાં જીરૂનું વાવેતર કરેલ છે. ગત તા. 2-10-2023 રોજ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટના નવા કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરી હતી. જે અરજીના તપાસના અંતે કલેકટર સાહેબ મોરબી તરફથી લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં ફરિયાદ દાખલ કરવા માટે સુચના આપવામાં આવી હતી.  આમ આરોપી ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા અને જયંતીભાઈ વાલજીભાઈ સીણોજીય (રહે બંને હડમતીયા તા. ટંકારા)એ મહિલાની માલિકીની જમીન પચાવી પાડી જીરૂનું વાવેતર કર્યાની ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે બંને આરોપી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News