Get The App

ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરી ખંજરથી હુમલો, બે ભાઇઓ હુમલો કરી ફરાર

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરી ખંજરથી હુમલો, બે ભાઇઓ હુમલો કરી ફરાર 1 - image


Image Source: Freepik

પાદરામાં ઉછીના આપેલા પૈસાની માંગણી કરી ખંજરથી હુમલો કરતા એક શખ્સને ઈજા થઈ હતી.

વડોદરા જિલ્લાના પાદરામાં ટાવર રોડ પર ઉમિયા વાડી ખાતે રહેતા યુસુફ કાલુભાઇ મલેકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે સવારે સરકારી દવાખાના પાસે ચા પીવા ગયો હતો ત્યારે મિત્ર ઇબ્રાહિમ ઉર્ફે ઇબુ બશીરભાઇ મલેક અને તેનો ભાઇ આરીફ (બંને રહે. હસનપાર્ક સોસાયટી, જાસપુર રોડ) લારી પર આવ્યા હતા બન્નેએ અગાઉ ઉછીના આપેલા રૂ. 75 હજારની માંગણી કરી હતી.

જેથી યુસુફે હમણાં રમઝાન મહિનો ચાલે છે. મારી પાસે હાલ રૂપિયા નથી. થોડો સમય આપ, પૈસા આપી દઇશ. આટલુ સાંભળતા જ ઇબુ ઉશ્કેરાઈ ગયો હતો અને મારે તો હમણાં જ પૈસા જોઇએ તેમ કહી બંને ભાઇઓએ અપશબ્દો બોલી ઇબુએ ખંજરથી હુમલો કરતા યુસુફને ઇજા થઇ હતી.


Google NewsGoogle News