જમીન વેચાણના ૯૦.૭૦ લાખ રૃપિયા લઇને બે દલાલોએ છેતરપિંડી આચરી
ગાંધીનગર નજીક આવેલા રૃપાલ ગામની
કુલ વેચાણ કિંમતના તફાવત આપી દેવાનું લખાણ કરી આપી રૃપિયા નહીં ચૂકવતા ગુનો દાખલ કરાયો
આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના રાંધેજા ગામના
યોગેશભાઈ જસવંતલાલ પંડયાએ ફરિયાદ નોંધાવી હતી કે, રૃપાલ ગામની સીમના સર્વે/બ્લોક નંબર-૩૧૪૨ વાળી જમીન તેનાં
માલીક અનિલભાઈ પ્રભુદાસ પટેલ,
જગદીશભાઈ પ્રભુદાસ પટેલ તથા શૈલેષભાઈ પ્રભુદાસ પટેલને વેચાણ આપવાની હોવાથી
વર્ષ ૨૦૨૨મા જમીન દલાલ ગોતા ખાતે રહેતા જુબીન રમેશભાઈ પટેલ તથા કોલવડાના ગોવિંદભાઇ
નારાયણભાઇ પટેલે યોગેશભાઈનો સંપર્ક કર્યો હતો. જેથી યોગેશભાઈએ તેમના ભાગીદાર
દિલીપકુમાર પટેલ સાથે જમીન ૩,૫૯,૪૮,૪૪૪ રૃપિયામાં
વેચાણ રાખવાનું નક્કી કર્યું હતુ. બંને જમીન દલાલોએ મુળ ખેડુતો પાસેથી જમીનના
ટાઇટલ ફોર્મમાં સહીઓ મેળવી ટાઇટલ ક્લિયર આપ્યું હતું. તેમા કોઇ વાંધો તકરાર નહીં
આવતાં બંને જણાને પ્રથમ ૧.૧૬ કરોડ યોગેશભાઈએ ચૂકવી દીધા હતા. જેમાથી બંને દલાલોએ
રેકર્ડ ઉપરના ખેડુતોને માત્ર રૃ. ૫૬,૬૪, ૪૨૪ રોકડા આપ્યા
હતા અને બાકીના રૃ. ૫૯,૩૫,૫૭૬ પોતાની પાસે
રાખી લીધા હતા. વર્ષ ૨૦૨૩માં ખેડુતોને બોલાવી સબ રજીસ્ટાર કચેરી ગાંધીનગર ખાતે
દસ્તાવેજ કરાવી આપ્યો હતો. એ વખતે મૂળ ખેડૂતોએ બાકીના રૃ. ૫૯,૩૫,૫૭૬ માંગ્યા હતા.
ત્યારે બંને જમીન દલાલો બાકીના પૈસા ચૂકવી આપવાની કબૂલાત કરી ખેડુતો તથા દલાલો
વચ્ચેના જમીનના અન્ય ભાવ ડીફરન્ટના કુલ રૃપિયા ૯૦.૭૦ લાખ ચુકવી દેવાનુ લખાણ મુળ
ખેડુતોને કરી આપ્યું હતું પરંતુ આજદિન સુધી બંને જણાએ રૃપિયા નહીં ચૂકવી યોગેશભાઈ
અને ખેડૂતો સાથે છેતરપીંડી આચરી હતી.