સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા
- દારૂ, રિક્ષા સહિત રૂા. 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત
- સાયલાના કંસારા ગામે રહેતા સપ્લાયર સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી રિક્ષામાં દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા હતા. પોલીસે ૭૫ લીટર દેશી દારૂ સહિત કુલ રૂા.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી સાયલાના કંસારા ગામન સપ્લાયાર સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુુરેન્દ્રનગર શહેરમાં ટાવર ચોકમાંથી એ-ડિવીઝન પોલીસે એક શંકાસ્પદ હાલતમાં સીએનજી રિક્ષા પસાર થતાં તેને રોકી તલાસી લીધી હતી. રિક્ષાના આગળના અને પાછળના ભાગે બે થેલીઓમાંથી ૭૫ લીટર દેશી દારૂ (કિં.રૂા.૧૫,૦૦૦), મોબાઈલ ફોન (કિં.રૂા.૫,૦૦૦), રિક્ષા (કિં.રૂા.૧,૦૦,૦૦૦) મળી કુલ રૂા.૧,૨૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ક્રિપાલ કેતનભાઈ સાવડીયા અને વિશાલ સરેશભાઈ સાવડીયાને ઝડપી પાડયા હતા. બંનેની પુછપરછ કરતા સાયલાના કંસારા ગામે રહેતા શખ્સ મહિપત ઠાકોરે દેશી દારૂનો જથ્થો વેચવા માટે આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.