મોબાઈલ ફોનના વોટ્સએપ ચેટના માધ્યમથી વરલીનું બેટિંગ લઈ રહેલા બે બુકીઓ ઝડપાયા
જામનગર જિલ્લાના કાલાવડમાં વરલી મટકા ના ધંધાર્થીઓ હાઈટેક બન્યા છે, અને કાગળ ચિઠ્ઠી થી વરલી મટકાના સોદા કરવાના બદલે મોબાઈલમાં વોટ્સએપ ચેટ ના માધ્યમથી સોદા કરતા પકડાયા છે. બન્ને ધંધાર્થીઓને રૂપિયા ૪૭ હજારની માલમતા સાથે કાલાવડ પોલીસે ઝડપી લીધા છે.
કાલાવડમાં ચમન ટેકરી વિસ્તારમાં રહેતો રસીદ હારુનભાઈ બાનાણી તેમજ ઇમરાન ઈકબાલભાઈ બાનાણી કે જેઓ બંને વરલી મટકાના આંકડા મોબાઈલ ફોન મારફતે મેળવતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું.
જે બંને આરોપીઓ દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ચેટના માધ્યમથી વરલીનું બેટીંગ લેતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવતાં બંનેની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન તથા એકટીવા સ્ફુટર સહિત કુલ રૂપિયા ૪૭,૦૦૦ ની માલમતા કબજે કરી છે.
જામનગર માં દરબારગઢ સર્કલ પાસેથી જાહેરમાં વરલી મટકા ના આંકડા લખી રહેલા. સલીમ મહમદભાઈ મેમણ તેમજ સલીમ અલી મહંમદ મેમણ ને પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૧,૮૧૦ ની રોકડ રકમ અને વરલી મટકા ની ચિઠ્ઠીઓ કબજે કરી છે.