મહીસાગરમાંથી અલગ અલગ સ્થળેથી બે મૃતદેહ મળ્યા, હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન
Image Twitter |
Mahisagar: મહીસાગર જિલ્લામાંથી એક સાથે અલગ અલગ જગ્યાએથી બે મૃતદેહો મળી આવતાં ચકચાક મચી જવા પામી છે. જેમાં ખાનપુર તાલુકાના ઉડવા ગામના ખેતરમાથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માહિતી પ્રમાણે આ યુવક કડિયા કામે ગયો હતો. જે બાદ તેનો મૃતદેહ મળી આવતાં આ આત્મહત્યા હતી કે મર્ડર તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. હાલમાં પોલીસ મૃતદેહને પીએમ અર્થે મોકલીને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કાળીમીલ ગામમાંથી 55 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો
તો બીજી તરફ સંતરામપુર તાલુકાના કાળીમીલ ગામમાંથી 55 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ખૂબ જ ગંભીર હાલતમાં હતો, જેને જોતા એવુ લાગી રહ્યુ હતું કે, તેના ચહેરા પર કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવ્યું હતું. હાલમા કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાનુ માનવામાં આવી રહ્યું છે. જે અંગે મૃતકના દિકરાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. સંતરામપુર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.