Get The App

મહુધાના ખાંડીવાવ પાસે સાઈકલ સાથે ટકરાતા બાઈક સવાર બેને ફટકાર્યા

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
મહુધાના ખાંડીવાવ પાસે સાઈકલ સાથે ટકરાતા બાઈક સવાર બેને ફટકાર્યા 1 - image


- ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ

- અકસ્માત થતાં નજીક રહેતા શખ્સોએ ઉપરાણું લઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

નડિયાદ : મહુધા તાલુકાના ખાંડીવાવ રોડ ઉપરથી પસાર થતી બાઈક સાયકલ સાથે અથડાતા કિશોર પડી ગયો હતો. આ નજીવી બાબતે ચાર ઈસમોએ બાઈક સવાર બંને યુવાનોને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ તાલુકાના રુદણ તાબેના પઠાણપુરામાં રહેતા અફઝલખાન સોકત ખાન પઠાણ તેમજ તેમના કાકાનો દિકરો ફારૂકખાન અસદખાન પઠાણ તા.૧ની સાંજે મોટર સાયકલ લઇને કઠલાલ ખરીદી કરવા જતા હતા. દરમિયાન ખાંડીવાવ સ્મશાન પાસે રોડની સાઈડમાં આવેલ નાળીયામાંથી એક નાનો છોકરો એકદમ સાઇકલ લઇને રોડ પર આવતા મોટર સાયકલ અડી હતી. જેથી સાયકલ સવાર છોકરો રોડ પર પડી ગયો હતો. જ્યારે બાઈક ચાલકે બ્રેક મારતા બાઈક સવાર બંને બાઈક સાથે પડી જઈ રોડ ઉપર ઢસડાયા હતા. આ અકસ્માત સર્જાતા નજીકમાં રહેતા લાલાભાઇ અંબુભાઇ ચૌહાણ તથા વિક્રમભાઈ ચૌહાણ એસ.આર.પી વાળાએ આવી છોકરાને ઉભો કરેલ અને બન્ને યુવકોએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ફારુક પઠાણને ગળદાપાટુનો માર મારવા લાગેલ ત્યારે છોડાવવા વચ્ચે પડેલ અફજલખાનને મેહુલભાઇ ચૌહાણ તથા તુષારભાઇ ચૌહાણએ આવી ગળુ પકડી લીધું હતું તેમજ ગળદાપાટુનો માર મારી ધમકી આપી હતી.

આ બનાવ અંગે અફઝલ ખાન સોકતખાન પઠાણની ફરિયાદના આધારે મહુધા પોલીસે લાલાભાઇ અંબુભાઈ ચૌહાણ, વિક્રમભાઈ ચૌહાણ, મેહુલભાઈ ચૌહાણ તેમજ તુષાર ચૌહાણ (તમામ રહે. ખાંડીવાવ)સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News