Get The App

ફોરેનર્સ એક્ટના ભંગ બદલ બે બાંગ્લાદેશી નાગરિકોને એક વર્ષની કેદ

બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને પરિવારના ત્રણ સભ્યો ઉધનામાં રહેતા હતા ઃ બે વિરુધ્ધનો કેસ ચાલી જતા કોર્ટનો ચુકાદો

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News


ફોરેનર્સ એક્ટના ભંગ બદલ બે બાંગ્લાદેશી નાગરિકોને એક વર્ષની કેદ 1 - image

સુરત

બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને પરિવારના ત્રણ સભ્યો ઉધનામાં રહેતા હતા ઃ બે વિરુધ્ધનો કેસ ચાલી જતા કોર્ટનો ચુકાદો

        

એકાદ વર્ષ પહેલાં ઉધના દાગીના નગર ખાતેથી બોગસ દસ્તાવેજાનો આધારે ગેરકાયદે વસવાટ કરતાં ઉધના પોલીસે ઝડપેલાં ત્રણ બાંગ્લાદેશી નાગરિક પૈકી બે આરોપીઓ વિરુધ્ધનો કેસ ચાલી જતાં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કુ.જીનલ વી.શાહે ફોરેનર્સ એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી એક વર્ષની કેદ,રૃ.૫ હજાર દંડ ન ભરે તો વધુ દસ દિવસની કેદની સજા ફટકારી છે.જ્યારે અન્ય ગુનામાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

ઉધના પોલીસે ગઈ તા.13-9-2023ના રોજ ઉધના દાગીનાનગર સ્થિત ચોકસી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.202માં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિક રહેતા હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન મૂળ બાંગ્લાદેશના ખુલના  જિલ્લાના વતની 42 વર્ષીય આરોપી મહમદ ફઝર રબી અબ્દુલ રઝક તથા શરીફાખાતુન નવાબઅલી પાસેથી ઓળખકાર્ડ માંગતા તેમની પાસેથી બાંગ્લાદેશની નેશનલ આઈડી,જન્મપ્રમાણપત્ર સહિત તથા ભાગતના ઓળખના પુરાવા આધારકાર્ડ પાનકાર્ડ મળી આવ્યા હતા.બંનેની પુછપરછ હાથ ધરતાં જાન્યુઆરી-2023ના રોજ શાહીદખાન મુસ્તુફાખાન નામના એજન્ટ મારફતે 20 હજાર ટાકા બાંગ્લાદેશી ચલણ આપીને ભારતની બ્રોડર ક્રોસ કરાવી હતી.ત્યારબાદ ટ્રેન મારફતે  સુરત આવીને  છેલ્લાં એકાદ વર્ષથી ઈબ્રાહીમ રાજ તોબીબાર શેખને ઘરે રોકાયા હતા.આરોપીઓએ અમદાવાદના શાહીદખાન મુસ્તુફાખાન પાસે ભારતીય ઓળખના બોગસ પુરાવા બનાવ્યા હતા.જેમની  ભારતમાં પ્રવેશ માટે બાંગ્લાદેશના પાસપોર્ટ તથા વીઝા મળી આવ્યા નહોતા.

જેથી ઉધના પોલીસે આરોપી મોહમદ ફઝલરબ્બી અબ્દુલ રઝક,ઈબ્રાહીમ ઉર્ફે રાજ ઉર્ફે રાજુ તોબીબાર શેખ તથા આરોપી શરીફાખાતુન નવાબઅલીની આઇપીસીની તેમજ પાસપોર્ટ એકટ, ફોરેનર્સ એક્ટની કલમના ભંગ બદલ  ધરપકડ કરી હતી. અલબત્ત આરોપી શરીફાખાતુન પુરાવા નોંધાયા બાદ કોર્ટમાં હાજર ન રહેતા તેની વિરુધ્ધ વોરંટ વગર બજ્યે પરત ફર્યું હતુ.જેથી હાલ કાચાકામના કેદી તરીકે જેલવાસ ભોગવતા ઉપરોક્ત બે આરોપીઓ વિરુધ્ધ ન્યાયિક કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે દરમિયાન સરકારપક્ષે એપીપી એમ.કે.ચૌહાણે બંને આરોપીઓ વિરુધ્ધ કુલ 10 સાક્ષી તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જ્યારે અન્ય આક્ષેપિત ગુનાને શંકા રહિત સાબિત કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ રહેતા કોર્ટે ફોરેનર્સ એકટના ભંગ બદલ બંને આરોપીઓને ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.


suratcourt

Google NewsGoogle News