ધ્રાંગધ્રાના નિમકનગર પાસેથી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા
- દારૂ, કાર સહીત રૂપિયા 2.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામ નજીકથી કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે કાર તેમજ વિદેશી દારૂ સહીત કુલ રૂા.૨,૫૨,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામથી ધ્રાંગધ્રા શહેર તરફ આવતી કારમાં વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયર (કિં.રૂા.૪૨,૧૦૦) તેમજ કાર અને મોબાઇલ ફોન સહીત કુલ રૂા.૨,૫૨,૧૦૦ના મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે પ્રવિણભાઇ માવજીભાઇ સજાણી અને મોહિતભાઇ હસમુખભાઇ પરમાર નામના બે શખ્સોને ઝડપી લઇ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.