દમણથી કારમાં દારૃ લાવતા બે ખેપિયા પાસે 444 દારૃની બોટલ કબજે
વડોદરાઃ દમણથી વડોદરા કારમાં દારૃ લાવી રહેલા બે ખેપિયાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત તરફથી એક કારમાં દારૃનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામ્બવા બ્રિજ પાસે વોચ રાખી એક કારને અટકાવી હતી.
કારમાંથી પાછળની સીટ અને ડિકિમાંથી જુદીજુદી બ્રાન્ડની શરાબ અને બીયરની રૃ.એક લાખ ઉપરાંતની કિંમતની ૪૪૪ બોટલ મળી આવતાં પોલીસે અરબાઝ ઉર્ફે બોઇલરગુલામ દસ્તગીર શેખ(માસુમ ચેમ્બર્સ,ખાનગાહ મહોલ્લો,વાડી) અને નઇમ ઉર્ફે ગોટુ અશદભાઇ બિલ્લાવાલા(ઝેનિથ અમીન સોસાયટી,આજવારોડ)ની અટકાયત કરી હતી.