Get The App

૯૦.૯૦ લાખ પડાવી લેનાર બે આરોપી અમદાવાદથી ઝડપાયા

બે દિવસમાં રૃપિયા પરત આપવાનું કહી આરોપીઓ ફરી ગયા હતા

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News

 ૯૦.૯૦ લાખ પડાવી લેનાર બે આરોપી અમદાવાદથી ઝડપાયા 1 - imageવડોદરા,કારેલીબાગમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સિનિયર સિટિઝનને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ડરાવી ૯૦.૯૦ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે.

કારેલીબાગ વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલની પાછળ આદિનાથ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ભૂપેન્દ્રભાઈ અંબાલાલ શાહને  ગત ૮ મી ઓક્ટોબરે સાયબર ક્રિમિનલે  કોલ કરીને કહ્યું હતું કે, ડીએચએલ કુરિયરમાંથી બોલીએ છીએ.તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તેમાંથી  રૃમાલ, લેપટોપ, પાંચ પાસપોર્ટ અને ડ્રગ્સ મળી આવેલ છે. ત્યારબાદ પોલીસની ઓળખ આપી સિનિયર સિટિઝનને સતત ડરાવી ડિજિટલ એરેસ્ટની ધમકી આપી હતી. આરોપીઓની  ધમકીભરી વાતોથી ડરીને સિનિયર સિટિઝને પત્નીના એકાઉન્ટમાંથી ૯૦.૯૦ લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ કહ્યું કે, તમારૃં તમામ ક્લિયર થઇ ગયું છે. બે દિવસમાં તમારા પૈસા ત્યાં આવીને પરત કરી દઇશું. પરંતુ, પૈસા પરત આપ્યા નહતા ઉલટાનું અકસ્માતના અન્ય એક કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે સિનિયર સિટિઝને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી હતી. દરમિયાન  પોલીસે આ  ગુનામાં સંડોવાયેલા (૧) પ્રશાંત ગોવિંદભાઇ સારંગે (રહે. કુબેર નગર, અમદાવાદ) તથા (૨) હિમાંશુ વિજયભાઇ વાઘેલા (રહે. નરોડા, અમદાવાદ)ને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News