જામનગરના શંકર ટેકરી વિસ્તારનાં એક મકાન માંથી 227 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી સાથે બે આરોપી પકડાયા
Image: Freepik
જામનગર ના શંકર ટેકરી વિસ્તારમાં એક મકાન ઉપર એલસીબી પોલીસે પૂર્વ બાતમી ના આધારે દરોડો પાડ્યો હતો, અને ૨૨૭ નંગ દારૂ ની બોટલ નો જથ્થો ઝડપી લઇ બે આરોપી ને પકડી લીધા હતા.
જામનગર પોલીસ ની એલસીબી શાખા નાં પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પોલીસ ને બાતમી મળી હતી કે શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રાજેશ દેવજીભાઈ સાગઠીયા ના મકાનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આથી પોલીસે દરોડો પડ્યો હતો. આ સમયે તેના મકાનમાંથી રુ.૪૩,૫૦૦ ની કિંમતની ૨૨૭ નંગ દારૂ ની બોટલ નો જથ્થો મળી આવતાં પોલીસે દારૂ કબજે કરી ને રાજેશ સાગઠીયા તથા અજય ઉર્ફે અજલો રાજેશભાઈ બરછાને પણ ઝડપી લીધા હતા.