મોડી રાત્રે મકરપુરા GIDCમાં બાઈક સવારને આંતરીને રિક્ષામાં સવાર બે આરોપીઓએ હુમલો કર્યો
Vadodara Crime : વડોદરામાં ગોરવા બાપુની દરગાહ સામે આશીર્વાદ નગરમાં રહેતો પ્રદીપ રામ પ્યારે મકરપુરા જીઆઇડીસીમાં એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 12:00 વાગે હું માણેજાથી મારી કંપનીમાં ગાડીના બિલ બનાવવા માટે માહિતીને જતો હતો.
તે દરમિયાન પાછળથી એક રીક્ષામાં બે વ્યક્તિઓ આવ્યા હતા અને મને આંતરીને કહેવા લાગ્યા તું આટલી ઝડપથી કેમ બાઇક ચલાવે છે. મારી રિક્ષા પલટી જાત. તું દારૂ પીને ચલાવે છે તેમ કહીને મને ગાળો બોલે ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી નજીકમાં જ મારી કંપની હોય હું દોડીને કંપની તરફ જતો હતો. આ બંને આરોપીઓએ પાછળથી આવીને મને પકડીને પાઇપ વડે હુમલો કરી માથા તથા હાથ પગ પર ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમિયાન અમારી કંપનીમાં રહેતા સનાભાઇ બહાર આવી ગયા હતા અને છોડાવ્યો હતો. કંપનીના માલિકને જાણ કરતા તેમનો પુત્ર આવી ગયો હતો બંને હુમલાખોરો સાથે વાતચીત કરતા એકનું નામ રફીક હુસેન તથા બીજાનું નામ આરીફ શેખ હોવાનું જણાવ્યું હતું.