મકરપુરાના શ્રમજીવી યુવક પર બે માથાભારે આરોપીઓનો હુમલો
મકરપુરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી યુવક પર માથાભારે બે આરોપીઓએ હુમલો કરી માર માર્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મકરપુરા જી.આઇ.ડી.સી. અંબે ચોકમાં રહેતા શ્રમજીવી પીયૂષ ડાહ્યાભાઇ પરમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ જાંબુવા વુડાના મકાનમાં રહેતા હતા. પાંચ વર્ષ અગાઉ અક્ષય ઉર્ફે ડોન સોલંકીએ મારા ઘર પાસેથી કેમ નીકળ્યો ? તેવું કહીને ઝઘડો કર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત તા.8 મી એ હું પાર્થ ભૂમિ પાસે આવેલ વિશ્વાસ સર્વિસમાં હાઉસ કીપિંગનું કામ કરી બહાર નીકળ્યો હતો. તે સમયે રાતે એક વાગ્યે અક્ષય ઉર્ફે ડોન અશોકભાઇ સોલંકી (રહે. મકરપુરા એરફોર્સની પાછળ) તથા રામુ ઉર્ફે સંતોષ ધનસુખભાઇ સોલંકી (રહે. પાર્થભૂમિ, જ્યુપિટર ચાર રસ્તા, માંજલપુર) એ મને બોલાવતા હું ગયો નહતો. તેઓએ મને ગાળો બોલી માર માર્યો હતો. ત્યાંથી છટકીને હું ઘરે જતો રહ્યો હતો. ઘરે જઇને મારા મોટા ભાઇને વાત કર્યા પછી હું આજે ફરિયાદ કરવા આવ્યો છું.