જામનગરના ચેક રિટર્ન કેસના ગુનામાં સજા પામેલા અને નાસતા ફરતા બે આરોપીઓ એસઓજીના હાથે ઝડપાયા
જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, દરમિયાન ચેક રિટર્ન કેસના ગુનામાં સજા પામેલા અને નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપી લીધા છે અને જેલ હવાલે કરાયા છે.
જામનગર એસઓજીની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન એસઓજી ઇન્સ્પેક્ટર બી.એન.ચૌધરી અને તેમની ટીમને મળેલી કે ચેક રિટર્ન કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સજા થઈ હોવા છતાં આરોપી જયેશભાઈ રવિશંકર સુકલ સુભાષ શાક માર્કેટ પાસે ઉભો છે.
જે બાતમીના આધારે આરોપી જયેશભાઈ રવિશંકર સુકલ ને ઝડપી પિતા હતા અને તેને જેલ હવાલે કરાયો છે.
આ ઉપરાંત રાજ્ય પાર્ક નજીક રંગમતી પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ નાગજીભાઈ પરમાર સામે પણ ચેક રિટર્ન અંગેના કેસમાં અદાલતે તક્ષશિરવાન ઠરાવ્યો હતો અને તેને સજા અપાઇ છે, જે આરોપી નાસ્તો ફરતો રહ્યો હતો. દરમિયાન ગુલાબ નગર વિસ્તારમાંથી તેને ઝડપી લીધો છે અને અદાલત સમક્ષ રજૂ કર્યો છે.