ટ્રાફિકથી ધમધમતા વડોદરાના વાઘોડિયા રોડ પર વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડીને બે આરોપીઓ ફરાર

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ટ્રાફિકથી ધમધમતા  વડોદરાના વાઘોડિયા રોડ પર વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડીને બે આરોપીઓ ફરાર 1 - image

Image : Filephoto

Vadodara Chain Snatching : વડોદરાના વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે અમીદર્શન સોસાયટીમાં રહેતા 69 વર્ષના રંજનબેન કિરણ બાબુભાઈ જોશી ગઈકાલે સાંજે પોણા છ વાગે ઘરે થી પૂનમ કોમ્પ્લેક્સ નજીક આવેલા રણછોડજીના મંદિરે ચાલતા દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને તેઓ કલા દર્શન ચાર રસ્તા પાસે શાકભાજી લેવા માટે લારી પર ઊભા હતા. ત્યારબાદ શાકભાજી લઈને તેઓ ચાલતા ઘર તરફ આવતા હતા તે દરમિયાન પાછળથી રોંગ સાઈડમાં બે આરોપીઓ ટુ-વ્હીલર પર આવ્યા હતા અને વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા. વૃદ્ધાએ બુમાબૂમ કરી હતી પરંતુ આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આરોપીઓ સવા તોલા વજનની સોનાની ચેન તોડીને ભાગી જતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News