ખંભાતના હત્યાના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા
- બે વર્ષથી બંને ફરાર હતા
- કંસારી જવાના રોડ પર રેલવે ફાટક પાસેથી એસઓજીએ અટકાયત કરી
આણંદ : ખંભાત સિટી પોલીસ મથકે નોંધાયેલા હત્યા અને રાયોટિંગના ગુનામાં બે વર્ષથી ફરાર બે શખ્સોને આણંદ એસઓજીએ શુક્રવારે ઝડપી પાડી સિટી પોલીસને સોંપ્યા હતા.
ખંભાત સિટી પોલીસ મથકે વર્ષ ૨૦૨૨માં નોંધાયેલા હત્યા અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા ફરદીન ઉર્ફે જાફર વારીસખાન પઠાણ અને ઈરફાન ઉર્ફે ઈપો ઐયુબભાઈ મલેક (બંને રહે. શક્કરપુરા) કંસારી જવાના રોડ ઉપર રેલવે ફાટક પાસે ઉભા હોવાની શુક્રવારે આણંદ એસઓજીને બાતમી મળી હતી. જેથી એસઓજીએ દરોડો કરી બંને શખ્સોને ઝડપી પાડયા હતા. બંનેની અટકાયત કરી ખંભાત સિટી પોલીસ મથકે સોંપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.