Get The App

પ્રયાગરાજ મહાકુંભના કારણે મંગળવારની ભાવનગર - આસનસોલ ટ્રેન કેન્સલ કરાઈ

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
પ્રયાગરાજ મહાકુંભના કારણે મંગળવારની ભાવનગર - આસનસોલ ટ્રેન કેન્સલ કરાઈ 1 - image


- પ્રયાગરાજમાં ચાલી રહેલા મેઈન્ટેનન્સના કારણે કેટલીક ટ્રેનોને અસર

- શિવરાત્રિનું સ્નાન કરી પરત આવવા  ઈચ્છુકો  રઝળી પડશે : ભાવનગર મંડળની વેરાવળથી ઉપડતી બનાસર ટ્રેનને પણ સંપૂર્ણપણે રદ્દ કરી દેવાઈ 

ભાવનગર : પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ચાલી રહેલા મેઈન્ટેનન્સના કારણે આગામી મંગળવારની ભાવનગર-આસનસોલ ટ્રેનને કેન્સલ કરી દેવામાં આવી છે. કુંભમેળો શરૂ થયાના ૪૦ દિવસમાં બીજી વખત આસનસોલ ટ્રેન રદ્દ કરવામાં આવતા કુંભમેળામાં સ્નાન કરવા જવા અને પ્રયાગરાજથી સ્નાન કરી પરત આવવા ઈચ્છુકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.

ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ચાલી રહેલા રિપેરીંગ કામના કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. મેઈટેનન્સના કારણથી ભાવનગર મંડળની ભાવનગર-આસનસોલ અને વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેનને એક-એક દિવસ માટે સંપૂર્ણપણે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે આગામી ૨૫મીને મંગળવારે ભાવનગર ટર્મિનસથી ઉપડનારી ભાવનગર-આસનસોલ તેમજ ૨૭મીને ગુરૂવારે આસનસોલથી ભાવનગર આવનારી ટ્રેનને કેન્સલ કરાઈ છે. આ ઉપરાંત ૨૪મીને સોમવારની વેરાવળ-બનારસ અને ૨૬મીની બનારસ-વેરાવળ ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી હોવાનો ભાવનગર રેલવેના સિનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, રેલવે પ્રશાસને અસુવિધા બદલ ખેદ તો વ્યક્ત કર્યો છે. પરંતુ પ્રયાગરાજમાં ૨૬મીએ શિવરાત્રિનું છેલ્લું સ્નાન છે. ત્યારબાદ મહાકુંભ મેળો પૂરો થતો હોય, ભાવનગર અને અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચનારા લોકોએ ૨૭મીની આસનસોલ ટ્રેનમાં પરત આવવા પ્લાન કરી રાખ્યા હતા. તેમજ ગીર સોમનાથ અને અન્ય જિલ્લાના યાત્રાળુઓને પણ બનારસ ટ્રેન કેન્સલ કરવામાં આવી હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ટ્રેનની આશા છોડી અન્ય વાહનોમાં વતન પરત આવવાની વ્યવસ્થા કરવી પડશે. જેના કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.


Google NewsGoogle News