જામનગર શહેરમાં ઇટ્રા દ્વારા ટીબી નાબૂદ સંકલ્પ અંતર્ગત ક્ષય જાગૃતિ રેલી યોજાઇ
Jamnagar : ભારત સરકારનાં 100 દિવસ ટીબી નાબૂદી પ્રકલ્પ અંતર્ગત ઇટ્રા જામનગરમાં આવેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટીંચીગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઇટ્રા) દ્વારા ક્ષય જાગૃતિ રેલી યોજાઇ હતી.
સંસ્થાનાં વિદ્યાર્થીઓ તથા તબીબો દ્વારા ધન્વંતરી મંદિરેથી સિટી બી. ડિવિઝન પોલીસ મથક સામે આવેલ સંસ્થાનાં કેમ્પસ સુધી યોજાયેલ રેલીમાં ટીબી નાબૂદી સંબંધિત બેનરો પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. ત્યાર પછી ટીબીને નાબૂદ કરવાનાં નિર્ધારને અભિવ્યક્ત કરવા 'નિક્ષય શપથ' લેવામાં આવ્યા હતાં.
આ તકે ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી.જે.પાટગિરી નાયબ નિયામક ડો.જોબન મોઢા ડિન સહિતનાં કર્મચારીઓ તથા જામનગર સિટી ટી.બી.ઓફિસર ડો.પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય કર્મચારીગણ જોડાયા હતા.