Get The App

સુરત નજીક ટ્રકનો કહેર, 4 લોકોને અડફેટે લેતા એકનું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
સુરત નજીક ટ્રકનો કહેર, 4 લોકોને અડફેટે લેતા એકનું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત 1 - image


Road Accident Near Kamrej:  સુરતના કામરેજ નજીક નવા ગામે એક અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હોવાથી સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિકને હળવો કરવા ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે ચાર વાહનો, બે પોલીસકર્મી સહિત ચાર લોકોને અડફેટે લેતાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકે કામરેજ નજીક નવા ગામ બ્રિજ પાસે બોલેરો, ટ્રેલર અને ટ્રાફિક પોલીસવાનને અડફેટે લીધા હતા. જેમાં બોલરો ચાલક રાધે ક્રિષ્ના પાંડેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે કિરણ સિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવા નામના પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી રફૂચક્કર થઇ ગયો હતો. જોકે પોલીસે ટ્રક ક્લીનરને પકડી પાડ્યો હતો અને ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :