જામનગર કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી પાસે લોખંડના વાયર ભરેલા ટ્રકની ગુલાંટ: સદભાગ્યે જાનહાનિ ટળી
જામનગર કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામની ગોળાઈ પાસે આજે સવારે લોખંડના વાયર ભરેલ જી.જે. 10 ટી.વી.9619 નંબરનો ટ્રક પલટી ખાઈ ગયો હતો. સદભાગ્યે તેમાં બેઠેલા ટ્રક ચાલક અને ક્લિનર કે જેઓને કોઈ ઈજા થઈ ન હતી, અને ટ્રકની કેબિનમાંથી સહી સલામત રીતે બહાર નીકળી ગયા હતા.
ટ્રક રોડથી નીચે ઉતરીને આડે પડખે થયો હોવાથી તેમાં ભરેલો લોખંડના વાયરનો જથ્થો માર્ગ પર ઢોળાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.