Get The App

મુંદરામાં પ્રાગપર ચોકડી નજીક ટાયર ફાટવાથી ગેસના ખાલી બાટલા ભરેલી ટ્રક આગમાં સળગીને ખાખ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
મુંદરામાં પ્રાગપર ચોકડી નજીક ટાયર ફાટવાથી ગેસના ખાલી બાટલા ભરેલી ટ્રક આગમાં સળગીને ખાખ 1 - image


મુંદરાના પ્રાગપર ચોકડી થી અદાણી પોર્ટ તરફના માર્ગે આજે બપોરે  ગેસના ખાલી બાટલા સાથેની ગાડીમાં આગ ભભૂકી હતી. ટ્રક પલટી ખાઈ ગઈ હતી જોકે ગાડીનો ડ્રાઈવર સમય સૂચકતાથી બચી ગયો હતો. મોડી સાંજ સુધી પ્રાગપર રોડથી  મુંદરા શક્તિ નગર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. જાણવા મળ્યા મુજબ અદાણી વિલમાર માંથી હાઈડ્રોજનના બાટલા લઈ જતી ટ્રકનું ટાયર પીછલતા ગાડી પલ્ટી જતા ગાડીમાં આગ બબુકી ઉઠી હતી. અને હાઇડ્રોજનના ખાલી બાટલા વેર વિખેર થઈ ગયા હતા. પ્રાગપર પોલીસ મથક ના પી આઈ હાર્દિકભાઈ ત્રિવેદી અને પોલીસ સ્ટાફ એ વાહન વ્યવહારને કંટ્રોલમાં કર્યો હતો. સતત વાહનો ની અવરજવર થી ધમધમતો આ માર્ગ આ બનાવના કારણે થોડા સમય માટે સૂમસામ ભાસતો હતો. અદાણી ફાયર ફાઈટર અને જિંદાલ કંપની ના ફાયર ફાઈટર એ સ્થળ પર આવી આગને કાબૂ માં લેવાની કામગીરી હાથ ધરી હતી. જોક આ બનાવ માં કોઈ જાન હાનિ થઈ ન હતી. લોકોમાં થતી ચર્ચા મુજબ અદાણી પોર્ટ ઉપર અનેક કેમિકલોના ટેંકો આવેલ છે જે ખૂબ જવલનશીલ પદાર્થ હોતા તેની સાવચેતી જરૂરી છે. જો કોઈ બેદરકારીથી કાંઈ નુકસાન થાય તો મુંદરા પોર્ટ ઉપરાંત આજુબાજુના કિલોમીટરમાં ખૂબ જ નુકસાન  થઈ શકે જેથી આવા સંવેદનશીલ વિસ્તારોમાં ખૂબ જ સિક્યુરિટી સાથે સલામતી જરૂરી છે.


Google NewsGoogle News