Get The App

ટ્રક ચાલકોએ સરકાર સામે બાયો ચઢાવી, નવા હિટ એન્ડ રન કાયદા વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો

વાહન ચાલકોની હડતાળના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
ટ્રક ચાલકોએ સરકાર સામે બાયો ચઢાવી, નવા હિટ એન્ડ રન કાયદા વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો 1 - image


Gujarat Truck Driver Strike: કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે, તો ક્યાંક ટાયરો સળગાવ્યાં છે.

આ રાજ્યમાં પણ ટ્રક ચાલકોનો દેખાવ

રાજસ્થાનમાં પલ્બિક ટ્રાન્સપોર્ટ બસ અને ટ્રક ચાલકોએ રસ્તા પર ટાયરો સળગાવીને દેખાવ કર્યો હતો. સાથે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં વાહન ચાલકોની આ હડતાળના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવો હિટ એન્ડ રનનો કાયદો શું છે?

સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે, તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે. 

ઉલ્લેખનીય છે કે,હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. જ્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Bharatiya Nagarik Suraksha Sanhita) અને ભારતીય સાક્ષ્ય સંહિતા (Bharatiya Sakshya Sanhita) બિલ હવે કાયદો બની ગયા છે. આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા.


Google NewsGoogle News