Get The App

લાલપુર નજીક કાનાલુસ વિસ્તારમાં સલ્ફર ભરવા માટે વાહનોની કતારમાં ઉભેલા બે ખલાસીઓને એક ટ્રકના ચાલકે હડફેટમાં લઇ કચડી નાખ્યા

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
લાલપુર નજીક કાનાલુસ વિસ્તારમાં સલ્ફર ભરવા માટે વાહનોની કતારમાં ઉભેલા બે ખલાસીઓને એક ટ્રકના ચાલકે હડફેટમાં લઇ કચડી નાખ્યા 1 - image


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ પાસે ખાનગી કંપનીના ગેઇટ નજીક સલફર ભરવા માટેનું વાહન લાઇનમાં રાખીને માર્ગ પર ઉભેલા બે ખલાસી યુવાનોને એક ટ્રક ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા. જેમાં એક ખલાસી યુવાનનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે બીજાની હાલત ગંભીર હોવાથી જામનગર, અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુરના કાનાલુસ વિસ્તારમાં ખાનગી કંપનીના એરિયામાં સલ્ફર ભરવા માટે કેટલાક ટ્રક ચાલકો અને ટ્રકમાં કામ કરતા કર્મચારીઓ કતાર બંધ ઊભા હતા, જેમાં એક ટ્રકમાં કામ કરતા બે ખલાસીઓ રોડની સાઈડમાં પોતાના ટ્રકની નજીક ઉભા હતા.

જે દરમિયાન જીજે 10 ટી.એક્સ.8869 નંબરનો ટ્રકચાલક પુરપટ ઝડપે આવ્યો હતો, અને બે ખલાસીઓ વિરમ કાળાભાઈ ગરસર તેમજ રજિન્દરસિંઘ પંજાબી કે જે બંનેને હડફેટમાં લઈ લીધા હતા.

જે અકસ્માતમાં વિરમભાઈ નું ગંભીર ઇજા થવાના કારણે બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જયારે બીજા યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માતના બનાવ અંગે ખલાસી જે ટ્રકમાં કામ કરતા હતા તે ટ્રકના ચાલક આલાભાઇ મોરીએ મેઘપર પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસવાલ અને તેમની ટીમે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News