દ્વારકા દર્શનાર્થે જતી ત્રણ પદયાત્રી મહિલાઓને હડફેટે લઈ મૃત્યુ નિપજાવનારા ટ્રક ચાલકને ઝડપી લેવાયો
Jamnagar Accident : જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વહેલી સવારે ત્રણ પદયાત્રી મહિલાઓને ઠોકરે ચઢાવી તેઓના મૃત્યુ નિપજાવ્યા પછી નાસી છૂટેલા ટ્રક ટ્રેલર ચાલકને પોલીસે શોધી કાઢી અટકાયતમાં લીધો છે, અને ટ્રક કબજે કરી લીધો છે.
ગત તા.17/02/2025 ના વહેલી સવારના આમરણથી ધ્રોલ તરફ જતા નેશનલ હાઈવે રોડ પર મોરાણા ગામથી થોડે આગળ બાલંભા પાટીપા પાસે હાઈવે રોડ પર 12 મહીલાઓ પગપાળા ચાલીને દ્વારકા દર્શને જતા હોય તે દરમ્યાન પાછળથી આવતા ટ્રક (ટ્રેલર) ના ચાલકે પોતાની ટ્રક (ટ્રેલર) પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી પગપાળા ચાલીને જતા મહીલાઓ માથી છ મહીલાઓને હડફેટે લઈ અકસ્માત કરી નાશી ગયો હતો. જે બનાવમા સ્થળ પર ત્રણ મહીલાઓના મૃત્યુ થયા હતા.
તેમજ અન્ય ત્રણ મહીલાઓને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે બનાવ બાબતે જોડીયા પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો વણશોધાયેલો હતો. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ જોડીયા પો.સ્ટે.ના સ્ટાફે આ વણશોધાયેલા ગુન્હાની તપાસ દરમ્યાન અલગ અલગ ટીમ બનાવી બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ હ્યુમનસોર્સની મદદ થી નાશી જનાર ટ્રક(ટ્રેલર) રજી નં-એન એલ-01 એ.જે- 0764 નંબરના ટ્રેલર ચાલક પંકજ સુરેન્દ્રકુમાર યાદવ જાતે યાદવ (રહે. તેલબદરો જી.નવાડા બિહાર) ને ઝડપી લઈ ટ્રક ટ્રેલર કબ્જે કર્યું છે.