ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત, 2ને ઈજા
Triple accident on Tagore Road in Gandhidham : ગુજરાતના કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં હાઈવે પર પૂર ઝડપે જઈ રહેલી એસ.ટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગાંધીધામના ટાગોર રોડ ત્રિપલ અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત
મળતી માહિતી મુજબ, ગાંધીધામના ટાગોર રોડ ઉપર આદિપુર ખાતે ભારત પેટ્રોલ પંપ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં એસટી વોલ્વો બસે બાઈક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક્ટિવા પર સવાર બે યુવતીમાંથી એકનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળતાં 4ના મોત, મૃતકોના પરિજનોને 15 લાખની સહાય
જ્યારે બાઈક ચાલક અને એક યુવતીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોનું કહેવું છે કે, વધુ પડતી સ્પીડ અને ટ્રાફિક નિયંત્રણના અભાવે જીવલેણ અકસ્માતની ઘટના સર્જાતી હોય છે.