ઊંઝા નજીક હાઈવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બસ-બાઈક-કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 2 યુવાનના મોત
Unjha Road Accident: ઊંઝાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે (17મી જાન્યુઆરી) મોડી રાતે અહીં બ્રાહ્મણવાડા હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં બાઈક સવાર બે યુવાઓના દર્દનાક મોત મૃત્યુ નિપજ્યાં હતા. નોંધનિય છે કે, બ્રાહ્મણવાડા ગામ તરફના ક્રોસિંગ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે.
મળતી માહિતી અનુસાર, લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મૃત્યું નિપજ્યાં હતા. મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.