જામનગરમાં ટ્રિપલ અકસ્માત, કારની ટક્કરથી રિક્ષા ટેન્કરમાં ઘૂસી, 2 યુવકના મોતથી માહોલ ગમગીન
Jamnagar Accident | જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં જોગવડ પાટીયા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં એક કારની ટક્કરે રિક્ષા સીધી ઊભા ટેન્કરમાં પાછળના ભાગે ઘૂસી જતાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં માહોલ ગમગીન થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં 50 મુસાફરોને લઈ જતી બસ અને ડમ્પર વચ્ચે ભયંકર ટક્કર, બંને પલટી ગયા, 8 ઈજાગ્રસ્ત
મૃતકોની ઓળખ જાહેર કરાઇ
માહિતી અનુસાર રીક્ષામાં સવાર હાજી કાસમ ફરાસ અને સોહિલ શેખ નામના બંને યુવકો રિક્ષામાં જઇ રહ્યા હતા. તે સમયે જ એક કારે પાછળના ભાગથી ટક્કર મારતાં રિક્ષા સીધી રોડની સાઈડમાં ઊભેલા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષામાં સવાર બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ટ્રિપલ અકસ્માતના દૃશ્યો લાઇવ દેખાય છે.