Get The App

પૂણ્યતિથી: ગુજરાતી સાહિત્ય જગતને આગવી ઓળખ અપાવનાર ગુજરાતી કવિ દલપતરામ

Updated: Mar 25th, 2023


Google NewsGoogle News
પૂણ્યતિથી: ગુજરાતી સાહિત્ય જગતને આગવી ઓળખ અપાવનાર ગુજરાતી કવિ દલપતરામ 1 - image


અમદાવાદ,તા. 25 માર્ચ, 2023 શનિવાર 

દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી જેઓ દલપતરામ તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ હતા. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. 

"અક્કલ ઉધારે ના મળે, હેત ન કાટ  વેચાય, રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય."

તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

કવિ દલપતરામનો જન્મ

કવિ દલપતરામનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણમાં 21 જાન્યુઆરી, 1820ના રોજ થયો હતો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. 

મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. 

  • -અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. 
  • -તેમની પ્રથમ કવિતા બાપાની પીંપર (૧૮૪૫) હતી. 
  • -નાનપણમાં એમણે કમળલોચિની અને હીરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. જ્ઞાનચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.

કવિ દલપતરામની સ્મૃતિમાં 2010થી કવિશ્વર દલપતરામ એવોર્ડ એનાયત થાય છે. અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં તેમના નામે કવિ દલપતરામ ચૉક પણ આવેલો છે જ્યાં તેમનું એક સ્મારક છે; અહીં 120 કિલોગ્રામનું માનવકદનું કવિ દલપતરામનું બાવલું મૂકવામાં આવેલું છે. કવિ દલપતરામ 25 માર્ચ 1898 ના રોજ અમદાવાદ ખાતે 78 વરસની વયે અવસાન થયું હતું.


Google NewsGoogle News