Get The App

ભુજમાં કારે બાઈકને ફંગોળી, ગુજરાતમાં અકસ્માતની 3 ઘટનામાં કુલ 5ના મોત, 2 ગંભીર

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
ભુજમાં કારે બાઈકને ફંગોળી, ગુજરાતમાં અકસ્માતની 3 ઘટનામાં કુલ 5ના મોત, 2 ગંભીર 1 - image


Accident Incident : ગુજરાતમાં ત્રણ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે. ભુજ શહેરના કોકડી રોડ પર કાર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિ, ધોળકામાં બુલેટ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિ અને બનાસકાંઠાના ધાનેરા નેનાવા હાઈવે પર બાઈક અને પીક-અપ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ થઈને પાંચ વ્યક્તિના મોત નીપજ્યાં. જ્યારે બે લોકો ગંભીર હોવાથી હાલ સારવાર હેઠળ છે. 

ભુજમાં ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, એક ગંભીર

ભુજ શહેરના કોડકી રોડ ઉપર આજે શનિવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં બીએસએફ કેમ્પ પાસેના ચાર રસ્તા પર પૂરઝડપે આવી રહેલા એક કાર ચાલકે ત્રિપલ સવારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ હવામાં ફંગોળાયા હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ભુજમાં કારે બાઈકને ફંગોળી, ગુજરાતમાં અકસ્માતની 3 ઘટનામાં કુલ 5ના મોત, 2 ગંભીર 2 - image
ભુજની ઘટનાની તસવીર

સમગ્ર ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસ જણાવ્યું હતું કે, કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક પર સવાર એક યુવકનું ઘટના સ્થળે અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે. ઘટનામાં ભુજના નરેશ ભીમજી ચારણ (ઉં.વ. 27) અને આમદ હાસમ સમા (ઉં.વ.37)નું મોત નીપજ્યું. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. 

ભુજમાં કારે બાઈકને ફંગોળી, ગુજરાતમાં અકસ્માતની 3 ઘટનામાં કુલ 5ના મોત, 2 ગંભીર 3 - image
ભુજની ઘટનાની તસવીર

ધોળકામાં બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માતમાં બેના મોત

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા ચંદ્રકાન્તભાઈ પરષોતમભાઈ મેરૈયાનું ઘટના સ્થળે અને ભવનપૂરા ગામના રાજલભાઈ નટુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સમગ્ર ઘટનાને લઈને કોઠ પોલીસ ઘટનાસ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી.

ભુજમાં કારે બાઈકને ફંગોળી, ગુજરાતમાં અકસ્માતની 3 ઘટનામાં કુલ 5ના મોત, 2 ગંભીર 4 - image
ધોળકાની ઘટનાની તસવીર

આ પણ વાંચો: રાજ્યમાં આવતીકાલથી કાતિલ ઠંડી, ઉત્તર ગુજરાતમાં ગાઢ ધુમ્મસ સાથે માવઠાની શક્યતા

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ધાનેરા નેનાવા હાઈવે પર બાઈક અને પીક-અપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરીક્ષા આપીને બાઈક પર પરત ફરી રહેલા 19 વર્ષીય હિતેશ નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. 



Google NewsGoogle News