પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મુસાફરી ભથ્થું રદ કરાયું
Provincial Officers And Mamlatdars TA Cancelled : ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ચૂંકવવામાં આવતા મુસાફરી ભથ્થું રાજ્ય સરકારે રદ કર્યો છે.
પ્રાંત અધિકારી અને મામલદારોનું મુસાફરી ભથ્થું રદ
રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ જિલ્લા કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલદારોને વર્ષ 2022ના ઠરાવ અંતર્ગત સરકારી કામકાજ મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવતુ હતું, જો કે, હવે સરકારે આ અધિકારીનું મુસાફરી ભથ્થું રદ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, પ્રાંત અધિકારી અને મામલતદારોને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ/ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે તેમને ચૂકવવામાં આવતા મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુકનો ઉપયોગ કરવાનો રહેશે અને તેના નિયમોનું પાલન કરવાનું રહેશે.